ફૅમિલીએ વેબસાઇટમાં જોડાવા માટે ધ્યાનમાં લેવા જેવી બાબતો
રજીસ્ટ્રેશન સંપૂર્ણ ફ્રી માં રહેશે.
આપ ફેમિલી ફર્મર અભિયાન વેબસાઇટ ઉપર ખેડૂત સાથે યોગ્ય સંવાદ કરી વિલાયતી ખાતર અને જંતુનાશક દવા અને કેમિકલ વગરનો પ્રાકૃતિક ખોરાક મેળવી શકો છો.
પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોની યોગ્ય ચકાસણી અમારા પ્રતિનિધિઓએ કરી છે. જે ખેડૂત પ્રાકૃતિક ખેતી કરે છે તેના પુરાવા મેળવીને તે ખેડૂતને અમોએ વેબસાઇટમાં સ્થાન આપ્યું છે.
આપ જે ખેડૂતને ફેમિલી ફાર્મર બનાવો છો અને તેની સાથે આપ એગ્રિમેંન્ટ કરો છો તે ખેડૂત પાસે આપે જરૂરી આગ્રહ એ રાખવો કે તે ખેડૂત તેની ખેતી કરવાની પદ્ધતિ જેમ કે જમીનને જીવમૃતમ આપવાની રીત, પાક ને જીવાંતથી બચાવવા કઈ દેશી ઔષધીનો ઉપયોગ કરે છે વગેરે કાર્ય પધ્ધતિના ફોટા/વિડીયો મોબાઇલના મધ્યમથી આપને સતત મળતા રહે તેવો ફાર્મર પાસે આગ્રહ રાખવો.
આપ જે ફાર્મર સાથે જોડાયા છો તેની સાથે આપનો સંવાદ મોબાઇલથી કે રૂબરૂ જળવાઈ રહે તેવો પ્રયાસ થવો જોઈએ.
આપ જે ફાર્મર સાથે જોડાયા છો તેની પધ્ધતિથી આપને સંતોષ ન હોય તો આપ ફાર્મર બદલી શકો છો.
આપના ફેમિલી ફાર્મર સાથે જે કોઈ નાણાકીય વ્યવહાર કરો તેની સંપૂર્ણ જવાબદારી આપશ્રીની રહેશે.