ખેડૂતે વેબસાઇટમાં જોડાવા માટે ધ્યાનમાં લેવા જેવી બાબતો
રજીસ્ટ્રેશન સંપૂર્ણ ફ્રી માં રહેશે.
આપ વિલાયતી ખાતર અને જંતુનાશક કેમિકલ વગરની પ્રાકૃતિક ખેતી કરતાં હોવા જોઈએ.
આપ વેબસાઈટમાં જોડાવા માટે જે ફોર્મ ભરો છો, તે ફોર્મમાં આપ જે પધ્ધતિથી ખેતી કરો છો તે પધ્ધતિ સંપૂર્ણપણે સાચી હોવી જોઈએ.
આપ ખોટી માહિતી ભરીને વેબસાઈટમાં સ્થળ મેળવવાનો પ્રયત્ન કરશો તો આપની ઉપર કાનૂની કાર્યવાહી થઈ શકે છે.
આપની સાથે જોડાતાં ફેમિલી ગ્રાહકને સંપૂર્ણ સંતોષ આપવાની જવાબદારી આપની બને છે. તેના માટે આપે આપની ખેતી ની પધ્ધતિ ના ફોટો / વિડીયો મોકલી સતત તેમનાં સંપર્કમાં રહેવું.
આપના ફેમિલી ગ્રાહક સાથે જે કોઈ નાણાકીય વ્યવહાર કરો તેની સંપૂર્ણ જવાબદારી આપશ્રીની રહેશે.